આધુનિક સુવિધાઓ અને અનુભવી ડૉક્ટર્સ સાથેની શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ
વાવ-થરાદ જીલ્લાના લોકોના આરોગ્યની સુખાકારી માટે, ગુણવતાપૂર્ણ સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવાના શુભ આશય સાથે ફીજીશીયન તેમજ ICU ની સેવા માટે ૨૪ કલાક કાર્યરત અને કટિબદ્ધ હોસ્પિટલ એટલે કરુણા હોસ્પિટલ
કરુણા હોસ્પિટલ થરાદના મુખ્ય હાઇવે રોડ પર સ્થિત એક આધુનિક સુવિધાઓ સજ્જ હોસ્પિટલ છે. અમે 2025માં સ્થપાયેલ એક ટ્રસ્ટેડ હેલ્થકેર સંસ્થા છીએ અને ગુણવત્તાપૂર્વક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે સમર્પિત છીએ.
સરનામું: નડેશ્વરી હોસ્પિટલની ઉપર, અજૂબા હોસ્પિટલની બાજુમાં, હાઈવે રોડ, થરાદ (૩૮૫૫૬૫)
અમારી સુવિધાઓ:
અનુભવી અને કુશળ ડૉક્ટર્સની ટીમ તમારી સ્વાસ્થ્ય સંભાળ માટે સમર્પિત
M.D.Medicine
ફીજીશીયન સિવિલ હોસ્પિટલ - રાજકોટ(૩ વર્ષ)
ફીજીશીયન રેફરલ હોસ્પિટલ - થરાદ(1 વર્ષ)
ફીજીશીયન સંજીવની હોસ્પિટલ - થરાદ(૩ વર્ષ)
મેડિકલ ઓફિસર
અર્પણ કીડની હોસ્પિટલ, પાટણ
જનતા હોસ્પિટલ, પાટણ
રૂદ્ર હોસ્પિટલ, ડીસા
અમે પ્રદાન કરીએ છીએ તે વ્યાપક સ્વાસ્થ્ય સેવાઓ
ગંભીર હાલતવાળા દર્દીઓ માટે ખાસ તૈયાર કરાયેલ વિભાગ, જ્યાં અદ્યતન જીવન આધાર પ્રણાલી (life support system) અને નિષ્ણાત ડોકટરો દ્વારા સતત અને સઘન દેખરેખ પૂરી પાડવામાં આવે છે.
ઉધરસ, તાવ, માથાનો દુખાવો, પેટના દુખાવા જેવા રોગોની તપાસ અને સારવાર લાંબા સમયથી ચાલતા રોગો ડાયાબિટીસ,બીપી, થાઇરોઇડ,કોલેસ્ટ્રોલ નું નિયમન કરવું,ફોલો-અપ સેવાઓ.
દર્દી અને તેમના પરિવાર માટે વ્યક્તિગત અને આરામદાયક વાતાવરણ પૂરું પાડતો ખાનગી રૂમ. તેમાં વધારાની સુવિધાઓ સાથે શાંતિપૂર્ણ પુનઃપ્રાપ્તિ (recovery) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
જે દર્દીઓને તબીબી દેખરેખ હેઠળ દાખલ કરવાની જરૂર હોય તેમના માટે યોગ્ય સુવિધાઓ અને નિષ્ણાત સ્ટાફની સતત સંભાળ પૂરી પાડવામાં આવે છે.
કોઈપણ સમયે, દિવસ કે રાત, તાત્કાલિક તબીબી સહાય અને સારવાર માટે તૈયાર સેવા. આ સેવા ગંભીર અને અકસ્માત જેવા કિસ્સાઓમાં જીવનરક્ષક સાબિત થાય છે.
દર્દીઓ માટે જરૂરી તમામ દવાઓ, સર્જિકલ ઉપકરણો અને તબીબી પુરવઠો (medical supplies) સરળતાથી ઉપલબ્ધ થાય છે.
ઓનલાઇન ઓનલાઈન કેશ નોધાવો. અને તમારો સમય બચાવો
1. ઉપરનું ફોર્મ ભરો અને સબમિટ કરો
2. અમારી ટીમ તમને 24 કલાકમાં કન્ફર્મેશન કોલ કરશે
3. કેશની તારીખે તમારા દસ્તાવેજો સાથે હાજર રહો
ઓનલાઈન કેશ નોધણી રદ કરવા માટે તમારે ઓછામાં ઓછા 24 કલાક અગાઉ અમને સૂચિત કરવું જરૂરી છે. રદ કરવા માટે અમને +91 63525 45874 પર કોલ કરો અથવા karunahospitaltharad@gmail.com પર ઇમેઇલ કરો.
હા, તમે તમારો ઓનલાઈન કેશ બદલી શકો છો. માત્ર અમને +91 63525 45874 પર કોલ કરો અને નવી તારીખ અને સમય માટે વિનંતી કરો. નવો ઓનલાઈન કેશ ડૉક્ટરની ઉપલબ્ધતા પર આધારિત હશે.
- ઓનલાઈન કેશ કન્ફર્મેશન સ્લિપ (જો મળી હોય તો)
- પાછલા મેડિકલ રેકોર્ડ્સ (જો હોય તો)
- કોઈપણ પ્રિસ્ક્રિપ્શન્સ અથવા દવાઓ
- ઓળખ પુરાવો (આધાર કાર્ડ, પેન કાર્ડ, વગેરે)
+91 63525 45874 (ઓનલાઈન કેશ નોધાવવા)
+91 82173 38300 (આપત્તિક સમયે)
સવારે 8:00 AM થી રાત્રે 8:00 PM
અમારા દર્દીઓ અમારી સેવાઓ વિશે શું કહે છે
અકસ્માત
મારો થોડા સમય પહેલા અકસ્માત થયો હતો, જેમાં મને માથામાં ગંભીર ઈજા થઇ હતી અને મને ખેંચ પણ આવતી. ત્યારે મને ડૉ. કલ્પેશભાઈ ચૌધરીએ સાજો કર્યો અને ઓપરેશનની પણ જરૂર પડી નહોતી. આભાર સાહેબશ્રી.
અસ્થમા
મારા પિતાજીને શ્વાસ અને કફની જુની બીમારી હતી, અને એમને પાટણની દવા ચાલુ હતી. એવામાં એક દિવસ વધારે બીમાર પડ્યા ત્યારે અમે ઈમરજન્સીમાં ડૉ. કલ્પેશભાઈ ચૌધરીને બતાવ્યું, ત્યાર પછી મારા પિતાજીની તબિયતમાં ખાસો સુધારો આવ્યો અને પાટણ જવું ના પડ્યું. અત્યારે મારા પિતાજીની તબિયત સામાન્ય છે. ખુબ ખુબ આભાર સાહેબશ્રી.
ડાયાબીટીસ પેશન્ટ
ડૉ. કલ્પેશભાઈ ચૌધરી અમારા ફેમીલી ડોક્ટર છે. તેઓ શરીરને માફક આવે એ રીતે દવા કરે છે. એક દિવસ મારું ડાયાબીટીસ ૪૦૦ ઉપર જતું રહ્યું હતું. ત્યારે ડોક્ટર સાહેબને બતાવ્યા પછી અત્યારે ૧૦૦ થી ૧૫૦ જેવું સામાન્ય રહે છે. આભાર સાહેબશ્રી.
કરુણા હોસ્પિટલની સુવિધાઓ અને વાતાવરણની એક ઝલક
તાજેતરની સ્વાસ્થ્ય સંબંધી માહિતી અને ટીપ્સ
બેઠાડું જીવન, માનસિક દબાણ, ભારે શરીર, ખોરાક - લોહીમાં વધુ પડતું ચરબીનું પ્રમાણ વ્યસન, અનિયંત્રિત ડાયાબીટીસ, અનિયંત્રિત બ્લડપ્રેશર.
1. છાતીમાં અસહ્ય દુખાવો થાય, છાતી ઉપર વજન લાગવું, ચાલવાથી કે કામ કરવાથી આ દુખાવો વધારે થાય, દુખાવો ડાબા હાથ, ખભા, જડબા સુધી જાય.
2. દુખાવાની સાથે ગભરામણ / બેચેની અનુભવાય, પરસેવો થવા લાગે, ઉબકા આવે, ચક્કર આવી જાય, અશક્તિ આવી જાય, શ્વાસ ચડવા લાગે.
- વ્યસનથી દુર રહેવું.
- નિયમિત યોગ પ્રાણાયામ કરવા.
- વજન, સુગર, બીપી કંટ્રોલમાં રાખવા.
- ખોરાકમાં તેલ નમકની માત્ર પ્રમાણસર ઓછી રાખવી.
- પુરતી ઊંઘ લેવી. ચિંતા ન કરવી.
ઉપરનું (systolic) દબાણ ૧૪૦ > થી વધારે.
નીચેનું (Diastolic) દબાણ ૮૦> થી વધારે આવે તો તમારા નિષ્ણાંત ડોક્ટર ની સલાહ લેવી.
- ખોરાકમાં મીઠાનું (આયોડીન / સિંધવ / હિમાલય પિંક સોલ્ટ / કોઈપણ નમક) પ્રમાણ ઓછું કરો.
- પડીકાં, કોલ્ડ્રીંક્સ, નમકીન, બહારનું તળેલું ટાળવા જોઈએ.
- વ્યસન કોઈપણ પ્રકારનું- તંબાકુ, બીડી, દારૂ ટાળો.
- દિવસમાં ૩૦ - ૪૫ મીનીટ કસરત કરો, વજનને કાબુમાં રાખો.
- ચિંતા, તણાવ ઓછો કરો. સારી પુરતી ઊંઘ લો.
- ખોરાકમાં મીઠાનું (આયોડીન / સિંધવ / હિમાલય પિંક સોલ્ટ / કોઈપણ નમક) પ્રમાણ ઓછું કરો
- ખોરાકમાં મીઠાનું (આયોડીન / સિંધવ / હિમાલય પિંક સોલ્ટ / કોઈપણ નમક) પ્રમાણ ઓછું કરો
ભૂખ/તરસ વધારે લાગવી
પેશાબ વધારે લાગવો
ઘા રુજવામાં સમય લાગવો
ચામડીમાં ખંજવાળ આવવી/ ઈન્ફેકશન થવું
ભૂખ્યા પેટે સુગર > 126થી વધારે.
જમ્યાના 2 કલાક પછી સુગર > 200થી વધારે HBALC (3 મહિનાની સરેરાશ સુગર) > 7%થી વધારે હોય તો નિષ્ણાંત ડોક્ટર ની સલાડ લેવી.
ખોરાક ગળપણ- ખાંડ, ગોળ, મીઠાઈ, ઠંડા પીણાં
ભાત બટેકા, કેરી, ચીકુ, કેળા, તરબૂચ, દ્રાક્ષ વપરાશ ટાળો.
ખોરાક બે ટાઈમ ભરપેટના બદલે ચાર વખત પ્રમાણસર લેવું.
નિયમિત કસરત કરવી, દિવસમાં 30-35 મિનીટ ઝડપથી ચાલવું
અમારી સાથે સંપર્કમાં રહેવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો
નડેશ્વરી હોસ્પિટલની ઉપર, અજૂબા હોસ્પિટલની બાજુમાં, હાઈવે રોડ, થરાદ (૩૮૫૫૬૫)
karunahospitaltharad@gmail.com (સામાન્ય પ્રશ્નો)
સોમવારથી શનિવાર: સવારે 8:00 AM થી રાત્રે 8:00 PM
રવિવાર: સવારે 9:00 AM થી બપોરે 1:00 PM (માત્ર આપત્તિક)